HomeMorbiરાયધ્રામાં દારૂનો ખેલ! ઢોરના નીણ નીચે છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો

રાયધ્રામાં દારૂનો ખેલ! ઢોરના નીણ નીચે છુપાવેલો વિદેશી દારૂ ઝડપાયો

હળવદના રાયધ્રા ગામે પોલીસનો દરોડો: રહેણાંક મકાનની ઓસરીમાં ઢોરના નીણ નીચે પૂંઠાના બોક્સમાં છુપાવેલો રૂ.6,190નો 35 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, જ્યારે મકાનમાલિક આરોપી ફરાર હોવાથી પોલીસે શોધખોળ હાથ ધરી.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટેશનનો સ્ટાફને પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રાયધ્રા ગામે રહેતા હિતેશ દિનેશભાઈ ઉર્ફે દુલાભાઈ નંદેસરીયાના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન આરોપીના મકાનની ઓસરીમાં ઢોરને નાખવાના નીણ નીચે છુપાવેલા પૂંઠાના બોક્સમાંથી વિદેશી દારૂની બોટલ નંગ કુલ -૩૫ કુલ કિંમત રૂ. ૬,૧૯૦/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. રેઇડ દરમિયાન આરોપી હાજર મળી ન આવતા હળવદ પોલીસે તેના વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular