HomeMorbiટંકારામાં બંધ મકાન તસ્કરોના નિશાને: તાળું તોડી રૂ.98 હજારથી વધુના દાગીના-રોકડની ચોરી

ટંકારામાં બંધ મકાન તસ્કરોના નિશાને: તાળું તોડી રૂ.98 હજારથી વધુના દાગીના-રોકડની ચોરી

ટંકારાના ડેરીનાકા રોડ પર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી તાળું તોડી સોનાની બુટી, ચાંદીના દાગીના-સિક્કા અને રોકડ સહિત કુલ રૂ.98,305નો મુદ્દામાલ ચોરી લીધો હતો. બનાવ અંગે ટંકારા પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના ડેરીનાકા રોડ પર આવેલ બાલકૃષ્ણ લાલની હવેલી સામે રહેતા ૬૪ વર્ષીય વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કેગઈ તા-૦૫/૦૮/૨૦ ૨૬ ના રાત્રીના સાડા બારેક વાગ્યાથી વહેલી સવારના સાડા સાતેક વાગ્યાના અરસામા ફરીયાદીના રહેણાંક મકાનમા કોઈ અજાણ્યા ચોર ઇસમોએ રાત્રી ગુપ્ત ગ્રુહ અપ્રવેશ કરી પાંચ ગ્રામની સોનાની બુટી જોડ નંગ-૦૧ કિ.રૂ-૧૮૭૦૫/- ત થા ચાંદીના ૪૦ ગ્રામના સાકડા જોડ નંગ-૦૨ કિ.રૂ-૯૮૦૦/- તથા ચાંદીના ૧૦ ગ્રામના સિક્કા નંગ-૦૪ કિ.રૂ-૯૮૦૦/-તથા રોકડ રકમ રૂ-૧૦૦૦૦/- આમ કુલ કિ.રૂ-૯૮૩૦૫/-નો મુદામાલ કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી આગળ તપાસા હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular