HomeMorbiમાળીયા ત્રણ રસ્તા નજીક ટ્રકમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો: પાવડરની બોરીઓની આડમાં...

માળીયા ત્રણ રસ્તા નજીક ટ્રકમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો: પાવડરની બોરીઓની આડમાં 4,092 બોટલ છુપાવાઈ હતી

માળીયા નજીક બોર્ડર રેન્જ ભુજની ક્રાઈમ-2 ટીમે બાતમીના આધારે ટ્રકની તપાસ કરી પાવડરની બોરીઓ નીચે છુપાવેલો રૂ. 9.37 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 19.52 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ ક્રાઇમ -૨ સરહદી રેન્જ ભુજની ટીમનો સ્ટાફને સંયુક્તમાં મળેલ બાતમીના આધારે મોરબી જિલ્લાના માળીયા ત્રણ રસ્તાથી મોરબી તરફ બ્રિજ પાસે સર્વિસ રોડ પર ટ્રક નંબર: RJ-52-GA-2464 વાળી ઉભેલ હોય જે ટ્રકમાં ચેક કરતા તેમાં પ્લાસ્ટીકની બોરીઓમાં સફેદ પાવડર ભરેલ હોય જેની નીચે જોતા ભારતીય બનાવટના પર પ્રાંતિય ઇંગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ-૪૦૯૨ કિ.રૂ. ૯,૩૭,૫૦૦/- નો મુદામાલ મળી આવતા આ ટ્રકના ચાલક વિરૂધ્ધ માળીયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુન્હો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular