HomeMorbiપાનેલીની વાડીમાં જુગારનો અડ્ડો ઝડપાયો: 14 શખ્સો ઝડપાયા, રૂ.4.70 લાખનો મુદ્દામાલ કબજે

પાનેલીની વાડીમાં જુગારનો અડ્ડો ઝડપાયો: 14 શખ્સો ઝડપાયા, રૂ.4.70 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં વાડીની ઓરડીમાં ચાલતા તીન પત્તીના જુગારધામ પર મોરબી LCB અને પેરોલ સ્કોડે દરોડો પાડી 14 શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રોકડ અને મોબાઇલ સહિત રૂ.4.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી./પેરોલ સ્કોડના સ્ટાફને સંયુક્તમાં અગાઉથી ખાનગીરાહે બાતમી મળેલ હોય કે, ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારીયા રહે.પાનેલી તા.જી.મોરબીવાળા પાનેલી ગામની સીમમા રાતાવીરડા જવાના કાચા રસ્તે ધામણીયા નામની સીમમા આવેલ પોતાના કબ્જા ભોગવટાની વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. તેવી બાતમીના આધારે બાતમીવાળા સ્થળે પંચો તથા પોલીસ સ્ટાફ સાથે રેઇડ કરતા જુગાર રમી રમતા કુલ-૧૪ વ્યક્તિ ભરતભાઈ પ્રેમજીભાઈ કંઝારીયા રહે.પાનેલી તા.જી.મોરબી, લખમણભાઇ મેરાભાઈ બતાડા રહે.પાનેલી તા.જી.મોરબી, ગોવિંદભાઈ ભગવાનજીભાઈ ચાવડા રહે.પાનેલી તા.જી. મોરબી, જયેશભાઈ લાલજીભાઈ ચાવડા રહે. પાનેલી તા.જી.મોરબી, રમેશભાઈ ભગવાનજીભાઈ ચાવડા રહે.પાનેલી તા.જી.મોરબી, જગદીશભાઈ ગંગારામભાઈ ચાવડા રહે. પાનેલી તા.જી.મોરબી, રમેશભાઈ મડીયાભાઈ બારીયા રહે.ગજાનંદ પાર્ક, તા.જી.મોરબી, પ્રવીણભાઈ તેજાભાઈ ચાવડા રહે.પાનેલી તા.જી.મોરબી, મયાભાઈ હીરાભાઈ પાંચિયા રહે. મુળ ગીડચ તા.જી.મોરબી, સવજીભાઈ મેપાભાઇ ફીચડીયા રહે.સરતાનપર તા. વાંકાનેર જી.મોરબી, ભુરાભાઈ જામાભાઈ બતાડા રહે. પાનેલી તા.જી.મોરબી, કાનજીભાઈ શીવાભાઈ ચાવડા રહે. પાનેલી તા.જી.મોરબી, રણજીતભાઈ નારણભાઈ ગમારા રહે. શક્તિનગર મુળ ગીડચ તા.જી.મોરબી, કાંતિલાલ સવજીભાઈ ચાવડા રહે.પાનેલી તા.જી. મોરબીવાળાને રોકડા રૂપીયા તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૪,૭૦,૬૦૦/- ના મુદામાલ સાથે પકડી તમામ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ ગણનાપાત્ર કેસ શોધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ- ૪,૫ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવા અંગેની કાર્યવાહી કરેલ છે.

RELATED ARTICLES

Most Popular