HomeMorbiમોરબીમાં ગોડાઉન પર SOGનો દરોડો: રૂ.3.38 લાખનો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો
મોરબીમાં ગોડાઉન પર SOGનો દરોડો: રૂ.3.38 લાખનો શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો
મોરબીના રાજપર રોડ વિસ્તારમાં SOGની કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી 1,272 ગુણી શંકાસ્પદ યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો હતો. રૂ.3.38 લાખનો મુદ્દામાલ સીઝ કરી ખેતી વિભાગને સોંપવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. ટીમને ખાનગી રાહે બાતમી મળેલ કે, રાજપર રોડ મામાદેવના મંદિરની સામેની શેરીમા જય એગ્રોની બાજુમા આવેલ ગોડાઉનમા શંકાસ્પદ યુરીયાનો જથ્થો પડેલ છે. જેથી નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) મોરબીનાઓને જાણ કરી બાતમીવાળી જગ્યાએ જતા જય એગ્રોના માલીક જયેશભાઇ કાનજીભાઇ બુડાસણા રહે મોરબી વાળાએ ભાડે રાખેલ ગોડાઉનમા શંકાસ્પદ યુરીયાનો જથ્થો આશરે ગુણી નંગ-૧૨૭૨ કિ.રૂ. ૩,૩૮,૯૮૮ નો મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) મોરબીને સોપેલ છે અને મુદામાલ સીજ કરેલ છે