HomeMorbiહળવદના ઈશનપુરમાં જમવા જવાની ના પાડવી પડી ભારે: યુવક પર ત્રણ શખ્સોનો...
હળવદના ઈશનપુરમાં જમવા જવાની ના પાડવી પડી ભારે: યુવક પર ત્રણ શખ્સોનો હુમલો
હળવદ તાલુકાના જૂના ઈશનપુર ગામે તળાવની પાળે ભેંસોને પાણી પીવડાવવા ગયેલા યુવક સાથે 15 દિવસ અગાઉ જમવા જવાની વાતને લઈને બોલાચાલી થઈ હતી. જૂની વાતનું મનદુઃખ રાખી ત્રણ શખ્સોએ યુવકને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હોવાનો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા 29 વર્ષીય હરસિદ્ધચન્દ્ર લધાભાઈ મકવાણાએ આરોપી લાલાભાઈ પરમાર રહે. કડી ગામ, હીરાભાઈ ડાયાભાઈ સોલંકી રહે. ઈશનપુર ગામ તથા સુનિલભાઈ ગોવિંદભાઈ પરમાર રહે. ઈશનપુર ગામ તા. હળવદવાળા વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદી આરોપી લાલાભાઈ ના ભાઈ સાથે આરોપીના ઘરે જમવા ગયેલ હોય જેથી આરોપીએ ફરીયાદીના ઘરે જમવાનું કહેતા ફરીયાદીએ ના પાડતા આરોપી લાલાભાઈને સારૂ નહી લાગતા ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી ઢીકા પાટુનો મુંઢમાર મારી ઇંટ હાથમા રાખી ફરીયાદીને છાતીના ભાગે મારી આરોપી સુનિલ તથા હીરાભાઈએ ફરીયાદીને ગાળો આપી પકડી રાખેલ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.