HomeMorbiમોરબી હળવદ રોડ પર મસ્તરામ હોટલ પાછળ જુગારધામ ઝડપાયું, રોકડ રૂ.11,300 સાથે...

મોરબી હળવદ રોડ પર મસ્તરામ હોટલ પાછળ જુગારધામ ઝડપાયું, રોકડ રૂ.11,300 સાથે ચાર શખ્સો પોલીસની ઝપેટમાં

મોરબી શહેરમાં પોલીસની નાઈટ પેટ્રોલિંગ દરમિયાન હળવદ રોડ પર જાહેરમાં ચાલતા જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. મસ્તરામ હોટલ પાછળથી ચાર શખ્સોને રોકડ રૂ.11,300 સાથે ઝડપી લેવાયા છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં સામા કાંઠે આવેલ હળવદ રોડ પર આઈટીઆઈ કોલેજની સામે મોજે-મસ્તરામ હોટલ પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ભાવેશભાઈ ધનજીભાઈ સાવરીયા, અજય ભાઈ રમેશભાઈ સનાટ, પ્રકાશભાઈ ખેંગારભાઈ ડાભી, રમણીકભાઈ મૂળજીભાઈ સાવરીયા રહે બધા મોરબી હળવદ રોડ iti કોલેજ ની સામે મોજે મસ્તાન હોટલ પાછળ મોરબી વાળાને રોકડ રૂપિયા 11,300 ના મુદ્દા માલ સાથે પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular