HomeMorbiમોરબીના વીસીપરામાં ‘સામું કેમ જુએ છે?’ મુદ્દે યુવકને માર માર્યાનો આક્ષેપ, ઈંટ...

મોરબીના વીસીપરામાં ‘સામું કેમ જુએ છે?’ મુદ્દે યુવકને માર માર્યાનો આક્ષેપ, ઈંટ વડે માથામાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વીસીપરા વિસ્તારમાં બિલાલી મસ્જિદ પાસે નજીવી બાબતે યુવક સાથે બોલાચાલી બાદ ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઈંટ વડે માથાના ભાગે ઈજા કરી ઢીકાપાટુનો માર માર્યાનો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા નિઝામભાઈ જુસબભાઈ માણેક (ઉ.વ.૨૨) એ આરોપી જયેશ અગેચાણીયા રહે અમરેલી રોડ મોરબી તથા અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદી બિલાલી મસ્જિદ પાસે ઉભેલ હોય ત્યારે આરોપીઓ ત્યાં આવતા ફરિયાદીએ આરોપી જયેશ સામુ જોતા આરોપી એ ફરિયાદીને સામુ શુ કામ જુએ છે તેમ કહી ભૂંડી ગાળો આપી ઈટ વડે ફરિયાદીને માથાના ભાગે પીઝા કરી તથા આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular