HomeMorbiજોધપર ગામે જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે મહિલાઓ પર પાઇપ-લાકડીથી...
જોધપર ગામે જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું: બે મહિલાઓ પર પાઇપ-લાકડીથી હુમલો
વાંકાનેર તાલુકાના જોધપર ગામે અગાઉના ઝઘડાની અરજી બાબતે અદાવત રાખી બે મહિલાઓ સાથે બોલાચાલી બાદ પાઇપ અને લાકડી વડે હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાને પગલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા ૪૫ વર્ષીય નાગલબેન વાલજીભાઈ રાઠોડએ આરોપી ભાવુબેન સોલંકી તથા કિશનભાઇ સોલંકી રહે. બંને જોધપર ગામવાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ આરોપી ભાનુબેન વિરૂધ્ધમા અગાઉ નાની નાની બાબતમા ઝગડાઓ ગાળા ગાળી કરતા હોય જે બાબતે અરજી આપવા માટે આવેલ હોય જે અંગે આરોપીઓને નાને સારૂ નહી લાગતા ફરીયાદી સાથે ઝગડો કરી આરોપીઓએ ફરીયાદીને પ્લાસ્ટીકના પાઈપ તથા આરોપીઓએ ફરીયાદીના ભત્રીજા વહુને લાકડી વતી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.