HomeMorbiમોરબી જિલ્લામાં યુવાનો માટે સુવર્ણ તક: ટ્રાફિક બ્રિગેડની ભરતી જાહેર; ધોરણ ૯...

મોરબી જિલ્લામાં યુવાનો માટે સુવર્ણ તક: ટ્રાફિક બ્રિગેડની ભરતી જાહેર; ધોરણ ૯ પાસ પણ કરી શકશે અરજી

મોરબી જીલ્લામાં સુ વ્યવસ્થિત ટ્રાફિક નિયમન માટે મોરબી શહેર હળવદ શહેર વાંકાનેર શહેર માટે ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે ટ્રાફીક બ્રિગેડ સભ્યોની ભરતી કરવાની હોય જેથી ભરતી થવા માંગતા ઉમેદવારોએ નીચે જણાવ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૧૫/૦૮/૨૦૨૬ થી તા.૨૫/૦૮/૨૦૨૬ સુધી પોતાના ડોક્યુમેન્ટ સાથેના ફોર્મ ભરી મોરબી એસ.પી કચેરી રૂમ નં-૧૧ ટ્રાફીક શાખા ખાતે ફોમ સ્વીકારવામાં આવશે. જેથી નીચે મુજબની લાયકાત ધરાવતા મોરબી- હળવદ-વાંકાનેર શહેરના પુરૂષ તેમજ મહિલા માનદ સેવકોને પસંદ કરવામાં આવશે.

યોગ્યતાઃ-

(૧) જેની ઉંમર ૧૮ થી ૪૦ વચ્ચેની હોય.

(૨) શૈક્ષણિક લાયકાત ધો.૯ પાસ હોય.

(૩) પુરૂષો માટે ઉંચાઇ ૫(ફુટ) ૫ (ઇંચ) તથા મહિલાઓ માટે ઉચાઇ ૫ (ફુટ)

(૪) મોરબી શહેર તથા હળવદ વાંકાનેર શહેર માટે ભરતી હોવાથી જે તે મહાનગરપાલિકા/નગરપાલિકા વિસ્તારના વતની હોવા જોઇએ.

(૫) જેની વિરૂધ્ધ કોઇપણ ગુન્હો નોંધાયેલ હોવા જોઇએ નહિ.

(5) આ અંગે નિયત થયેલ અરજી ફોર્મ પોલીસ અધિક્ષકની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ માંથી મેળવી શકાશે.

ઉમેદવારે પોતાનુ ફોર્મ તથા જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલ સાથે તા.૨૫/૦૮/૨૦૨૬ સુધીમાં સો-ઓરડી રોડ કલેકટર કચેરીની બાજુમાં પોલીસ અધિક્ષકની કચેરી ટ્રાફિક શાખા રૂમ નં-૧૧ માં આપવાના રહેશે.

RELATED ARTICLES

Most Popular