HomeMorbiજોધપરમાં બાળકોની બોલાચાલી બની વિવાદનું કારણ: શાકભાજી લેવા નીકળેલી મહિલા અને 15...
જોધપરમાં બાળકોની બોલાચાલી બની વિવાદનું કારણ: શાકભાજી લેવા નીકળેલી મહિલા અને 15 વર્ષની દીકરી પર હુમલો
બાળકો વચ્ચે રમવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખી ગામના જ છ શખ્સોનો હુમલો; લાકડાના ધોકા-પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ.
આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અને ઘરકામ કરતા 35 વર્ષીય ભાનુબેન કિસનભાઈ સોલંકીએ આરોપી વાલાભાઈ દેવાભાઈ રાઠોડ, રાહુલભાઈ હમીરભાઈ રાઠોડ, નાગલબેન વાલાભાઈ રાઠોડ, રેખાબેન રાહુલભાઈ રાઠોડ, કુંજલબેન વાલાભાઈ રાઠોડ, દેવુબેન હમીરભાઈ રાઠોડ રહે. જોધપર ગામ તા. વાંકાનેરવાળા વિરુદ્ધ વાંકાનેર ફરીયાદી તથા દિકરી શિવાની વાળીને આરોપીઓએ આગાઉ છોકરા રમવા બાબતે બોલાચાલી થયેલ હોય જે કારણે આરોપીઓએ લાકડાના ધોકા (લાકડી) તથા પ્લાસ્ટીકના પાઈપ વડે આડેધડ શરીરના ભાગે મુંઢ માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.