HomeMorbiમોરબી તાલુકા પોલીસની મોટી કાર્યવાહી : દોઢ વર્ષથી ગેસ કટીંગના ગુનામાં ફરાર...

મોરબી તાલુકા પોલીસની મોટી કાર્યવાહી : દોઢ વર્ષથી ગેસ કટીંગના ગુનામાં ફરાર આરોપી રાજસ્થાનમાંથી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસને ગેસ કટીંગના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી બાતમીના આધારે રાજસ્થાનના સાંચોર રેસ્ટ એરિયામાંથી આરોપીને ઝડપી લેવાયો હતો.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ગેસ કટીંગના ગુન્હામાં આરોપી ભગીરથ મેઘારામ બીશ્નોઇ રહે.બાગલી તા.ચીતલવાના, થાના- જાબ, જી- જાલોર (રાજસ્થાન) વાળા છેલ્લા દોઢેક એક વર્ષ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનએ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સર્વેલન્સ સ્ટાફ એ ટેકનીકલ વર્ક તથા ખાનગી બાતમી બાતમીના આધારે રાજસ્થાન રાજયના સાંચોર રેસ્ટ એરીયા ખાતેથી આરોપી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

RELATED ARTICLES

Most Popular