HomeMorbiમોરબીમાં પ્રોહીબિશનના આરોપી સામે પાસા કાર્યવાહી
મોરબીમાં પ્રોહીબિશનના આરોપી સામે પાસા કાર્યવાહી
અવારનવાર દારૂના ગુનામાં ઝડપાતા 24 વર્ષીય ઈસમની પાસા હેઠળ અટકાયત
મોરબી સીટી-એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં પરપ્રાંતીય દારૂના ગુનામાં અવારનવાર ઝડપાયેલા હાર્દિકભાઈ જીતેન્દ્રભાઈ કૈલા સામે પોલીસે પાસાની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટરે પાસા પ્રપોઝલ મંજૂર કરી વોરંટ ઈશ્યૂ કરતાં આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી દેવાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરપ્રાંતીય દારૂનાગુન્હામાં પકડાયેલ હાર્દીકભાઇ જીતેન્દ્રભાઈ કૈલા (ઉ.વ.૨૪) રહે.મોરબી નાનીવાવડી બજરંગ સોસાયટી સામે ખોડીયાર સોસાયટી વાળા વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને મધ્યસ્થ જેલ વડોદરા ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે.