HomeMorbiટંકારા પોલીસે પ્રોહિબિશનના આરોપીને PASA હેઠળ વડોદરા જેલ હવાલે કર્યો
ટંકારા પોલીસે પ્રોહિબિશનના આરોપીને PASA હેઠળ વડોદરા જેલ હવાલે કર્યો
ટંકારા: પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી અખતર ઉર્ફે ભાણો સોકતભાઈ કચરાને PASA હેઠળ ડિટેઇન કરી વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. ટંકારા પોલીસે પાસા દરખાસ્ત બાદ જિલ્લા મેજિસ્ટ્રેટના વોરંટના આધારે રાજકોટના આમ્રપાલી ફાટક પાસેથી આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા સ્વપ્નિલ ખરે જીલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટર મોરબીનાઓએ ઉપરોકત ગુનામાં સંડોવાયેલ આરોપી અખતર ઉર્ફે ભાણો સોકતભાઇ કચરા રહે. રાજકોટ નહેરૂનગર-૦૨ વાળાનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે પોલીસ ઇન્સ્પેકટર ટંકારા પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફની ટીમ બનાવી સામાવાળા અખતર ઉર્ફે ભાણો સોકતભાઇ કચરા (ઘાંચી) ઉ.વ. ૨૭ રહે. રાજકોટ આમ્રપાલી ફાટક પાસે નહેરૂનગર-૦૨ વાળાને રાજકોટ આમ્રપાલી ફાટક પાસેથી પાસા એકટ તળે ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપેલ છે.