HomeMorbiરાતાભેમાં જુગારનો અડ્ડો ઝડપાયો, 8 ઈસમો રૂ.1.27 લાખ સાથે ઝડપાયા

રાતાભેમાં જુગારનો અડ્ડો ઝડપાયો, 8 ઈસમો રૂ.1.27 લાખ સાથે ઝડપાયા

હળવદ તાલુકાના રાતાભે ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા 8 ઈસમોને રોકડ રૂ.1.27 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમીના આધારે હળવદ તાલુકાના રાતાભે ગામે આરોપી પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયાના રહેણાંક મકાને જુગાર અંગે રેઇડ કરી આઠ આરોપીઓ પ્રવિણ લાલજીભાઈ કેરવાડીયા, જીલુ જાદવજીભાઈ કેરવાડીયા, ગણપત નટુભાઇ પરમાર, અનિલ ગણેશભાઈ ચડાણીયા, વિજય પ્રભુભાઈ ચૌહાણ, જીવરાજ હેમુભાઈ સારલા, ઘનશ્યામ નરશીભાઈ કેરવાડીયા, જયંતી ભીમાભાઈ કેરવાડીયા રહે. બધા રાતાભે તા.હળવદવાળાને કુલ રોકડ રકમ રૂ.૧,૨૭,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

RELATED ARTICLES

Most Popular