HomeMorbiટંકારા-લતીપર રોડ પર જુગારધામનો પર્દાફાશ: 19 ઝડપાયા, રૂ.3.10 લાખનો મુદ્દામાલ જપ્ત

ટંકારા-લતીપર રોડ પર જુગારધામનો પર્દાફાશ: 19 ઝડપાયા, રૂ.3.10 લાખનો મુદ્દામાલ જપ્ત

ટંકારા-લતીપર રોડ પર ધર્મજીવન જીનની ઓફિસમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે દરોડો પાડી 19 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ1.30 લાખ રોકડ અને 24 મોબાઇલ સહિત કુલ રૂ.3.10 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા પોલીસ સ્ટાફને ખાનગીરાહે બાતમી મળેલ કે, અક્ષયભાઈ રસીકભાઈ ગજેરા (પટેલ) રહે. કલ્યાણપર ગામ તા.ટંકારા જિ.મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળા ટંકારા-લતીપર રોડ ઉપર આવેલ ધર્મજીવન જીન નામના કારખાનાની ઓફીસમાં બહારથી માણસો બોલાવી તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે રેઇડ કરતા કુલ-૧૯ ઇસમો અક્ષયભાઈ રસીકભાઈ ગજેરા (ઉ.વ.૩૦) રહે-કલ્યાણપર ગામ તા.ટંકારા, વિવેકભાઇ ગણેશભાઈ નમેરા (ઉ.વ.૩૦) રહે-હરબટીયારી ગામ તા.ટંકારા, પ્રફુલભાઇ અમરશીભાઈ ભાગીયાલ (ઉ.વ.૩૦) રહે-ગણેશપર ગામ તા.ટંકારા, હેમાંગકુમાર રજનીશભાઈ ભાગીયા (ઉ.વ.૨૧) રહે-સાધુ વાસવાણી રોડ ગુલમોર રેસીડેન્સી શરી નં-૪ રાજકોટ, યશભાઇ ઠાકરશીભાઈ ગજેરા ઉ.વ.૨૮ રહે-રાજકોટ સતનામ પાર્ક મોરબી રોડ શેરી નં-૧, સુભાષભાઇ ધીરજલાલ ડાકા ઉ.વ.૩૫ રહે-મોરબી શાશત્રીનગર દ્વારકેશ એપાર્ટમેન્ટ મકાન નં-૩૦૨, દર્શનભાઇ મનસુખભાઇ ભાગીયા (ઉ.વ.૨૪) રહે-ગણેશપર ગામ તા.ટંકારા, મીતેશભાઇ ગંગારામભાઇ નમેરા ઉ.વ. ૨૬ રહે. હરબટીયાળી તા.ટંકારા, હાર્દીકભાઇ ભરતભાઇ ભાગીયા ઉ.વ. ૨૩ રહે. રાજકોટ કુવાડવા રોડ ડી માર્ટ પટેલ ચોક મકાન, રાજભાઇ રજનીકાંતભાઇ સંઘાણી (ઉ.વ. ૨૬) રહે. હરબટીયાળી તા.ટંકારા, મેહુલભાઇ જગદીશભાઇ દુબરીયા (ઉ.વ. ૩૪) રહે. ટંકારા મકરાણીશેરી તા.ટંકારા, વિશાલભાઇ નાગજીભાઇ ભાગીયા ઉ.વ. ૩૩ રહે. ગણેશપર તા.ટંકારા, ચુનીલભાઇ ત્રીભોવનભાઇ ભાગીયા ઉ.વ. ૩૫ રહે. ગણેશપર તા.ટંકારા, ભાર્ગવભાઇ પ્રવિણભાઇ ભાગીયા ઉ.વ.૨૫ રહે-રાજકોટ મારૂતીનગર-૧ કુવાડવા રોડ રાજકોટ, હર્ષેદભાઇ વેલજીભાઇ નમેરા (ઉ.વ. ૨૯) રહે. હરબટીયાળી તા.ટંકારા, નીખીલભાઇ ભાવેશભાઇ નમેરા ઉ.વ. ૨૮ રહે. હરબટીયાળી તા.ટંકારા, અભીષેકભાઇ લલીતભાઇ પીપળીયા (ઉ.વ. ૨૨) રહે. રાજકોટ પેડકરોડ મારૂતીનગર-૦૧, કશ્યપભાઇ રસીકભાઇ પટેલ (ઉ.વ. ૨૪) રહે. જયનગર તા.ટંકારા, આશીષભાઇ મુળજીભાઇ ભાગીયા (ઉ.વ. ૩૦) રહે. ગણેશપર તા.ટંકારાવાળાને રોકડ રૂ.૧,૩૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૨૪ કી.રૂ.૧,૮૦,૦૦૦/- મળી કુલ કી.રૂ. ૩,૧૦,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

RELATED ARTICLES

Most Popular