HomeMorbiમોરબીમાં ભાડાના ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું; 7 જુગારીઓ ઝડપાયા
મોરબીમાં ભાડાના ફ્લેટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું; 7 જુગારીઓ ઝડપાયા
મોરબીના રવાપર-ધૂનડા રોડ પર આવેલા રેસિડેન્સીના ભાડાના ફ્લેટમાં પોલીસનો દરોડો પડતા બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ચાલતું જુગારધામ ઝડપાયું. સિટી એ ડિવિઝન પોલીસે 7 શખ્સોને રૂ.1.21 લાખની રોકડ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે જગદીશભાઇ વાલજીભાઇ દેવાયતકા રહે. મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ગાર્ડન પેલેસ બ્લોકનં.૫૦૩ ભાડાના મકાનમાં (ફલેટમાં) બહારથી માણસો બોલાવી ભેગા કરી નાલ ઉઘરાવી જુગાર રમી રમાડે છે. જેથી બાતમીના આધારે રેઇડ કરતા બાતમીવાળા ફલેટમા જુગાર રમતા સાત ઈસમો જગદીશભાઇ વાલજીભાઇ દેવાયતકા રહે. મોરબી રવાપર ધુનડા રોડ રવાપર રેસીડેન્સી ગાર્ડન પેલેસ બ્લોકનં.૫૦૩, વૈભવભાઇ નરભેરામભાઈ કકાસણીયા રહે. મોરબી પંચાસર રોડ શ્રીમદ રાજનગર, અમરશીભાઇ પરસોતમભાઇ બારૈયા રહે.મોરબી રવાપર ઘુનડા રોડ ઉમીયાનગર શેરીનં.૩ સંકલ્પ એપાર્ટમેન્ટ બ્લોકનં.૪૦૧, જયદીપભાઈ કેશવજીભાઈ અમૃતીયા રહે.૬૦૭, સાહેબ પેલેસ રવાપર રોડ-ઘુનડા રોડ ૮૦ ફુટ રોડ મોરબી, કાંતીલાલભાઈ રેવાભાઈ ગામી રહે.બીલીયા તા.જી.મોરબી, જયેશભાઈ પરસોતમભાઈ દલસાણીયા રહે.૨૦૨-ઓપેરા એપાર્ટમેન્ટ ક્રિષ્ના સ્કુલ વાળી શેરી રવાપર રોડ મોરબી, અમિતભાઈ કાંતિલાલ દેત્રોજા રહે.૫૦૨, સાહેબ એપાર્ટમેન્ટ ૬૦ ફુટ રોડ એસ.પી.રોડમોરબીવાળો રોકડ રૂ.૧,૨૧,૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા મુજબ આરોપી વિરુધ્ધ ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.