HomeMorbiરાજસ્થાનથી મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપાયો
રાજસ્થાનથી મોસ્ટ વોન્ટેડ બુટલેગર ઝડપાયો
રાજસ્થાનમાં કરોડોના ઇંગ્લીશ દારૂની હેરાફેરીના ગુનામાં મોસ્ટ વોન્ટેડ અને મોરબી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત બુટલેગરને મોરબી LCBએ ઝાલોર જિલ્લાના સાંચોરથી ઝડપી પાડ્યો છે. પાસા વોરંટ બાદ આરોપીને સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે કરવામાં આવ્યો છે.
માળીયા(મીં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ આચરતા પ્રોહી. બુટલેગર સામે પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.મોરબીએ પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીએ પ્રોહીબિશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ પ્રકાશ મોહનલાલ લોલ (ઉ.વ.૩૨) રહે.સાંચોર રમેશ કોલોની લોલો-કી ઢાણી તા.સાંચોર જીલ્લો ઝાલોર રાજસ્થાનવાળાનુ પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા માટે એલ.સી.બી./પેરોલફર્લો સ્કોડના સ્ટાફની ટીમ બનાવી રાજસ્થાન ખાતે મોકલતા તેઓ દ્વારા રાજસ્થાન રાજ્યના ઝાલોર જીલ્લાના સાંચોર ખાતે આવેલ તેના રહેણાક મકાનેથી મોરબી એલ.સી.બી.કચેરી ખાતે લાવી આરોપીને પાસા એકટ તળે, ડીટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે.