HomeMorbiખીજડીયામાં દેશી દારૂની ભઠ્ઠી પર વાંકાનેર પોલીસની રેડ: રૂ.૩૨,૩૫૦ના મુદ્દામાલ સાથે ૦૩...
ખીજડીયામાં દેશી દારૂની ભઠ્ઠી પર વાંકાનેર પોલીસની રેડ: રૂ.૩૨,૩૫૦ના મુદ્દામાલ સાથે ૦૩ આરોપી ઝડપાયા
વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામ થી ધીયાવડ જતા રસ્તે આરોપીના રહેણાક મકાન પાછળથી દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાનો ઠંડો આથ્થો તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કિ.રૂ.૩૨,૩૫૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને સંયુક્ત મળેલ બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફ દ્વારા વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામે ખીજડીયા ગામથી ધીયાવડ જતા રસ્તે આરોપીના રહેણાક મકાન પાછળ ખુલ્લામાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર-૫૦૦ કિ.રૂ.૧૨,૫૦૦/-તથા દેશી દારૂ લીટર-૮૦ કિ.રૂ.૧૬,૦૦૦/- તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૩૮૫૦/- મળી કુલ કી.રૂ.૩૨,૩૫૦/- ના મુદામાલ સાથે ત્રણ ઇસમો દિપકભાઇ ભુપતભાઈ સોલંકી, અજયભાઇ સોમાભાઈ સોલંકી, શૈલેષભાઇ ભુપતભાઈ સોલંકી રહે. ખીજડીયા તા.વાંકાનેરવાળાને પકડી પાડી ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ પ્રોહી.એક્ટ મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.તેમજ વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમેને પ્રોહી ધારાનો કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.