HomeMorbiમોરબીમાં રૂ.5 હજારના વિવાદે લીધો લોહિયાળ વળાંક, પતિએ હથોડીના ઘા મારી પત્નીની...

મોરબીમાં રૂ.5 હજારના વિવાદે લીધો લોહિયાળ વળાંક, પતિએ હથોડીના ઘા મારી પત્નીની હત્યા

મોરબી નજીક ભડીયાદ ગામ પાસે પેપર મિલમાં રહેતા મજૂર પરિવારમાં માત્ર રૂ. 5 હજારના મામલે થયેલો કૌટુંબિક ઝઘડો હત્યામાં પરિણમ્યો. પુત્રીની ડિલિવરી વખતે આપેલા નાણાં મુદ્દે થયેલી બોલાચાલીમાં પતિએ પત્નીના માથામાં લોખંડની હથોડી મારી હત્યા કરી હોવાનો આક્ષેપ છે. ઘટનાને પગલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ભડીયાદ ગામ પાસે આવેલ આધ્યાત્મિક પેપર મીલમા રહેતા અને મજુરી કામ કરતા ૩૧ વર્ષીય વિનોદભાઈ ભુરાભાઈ કટારાએ આરોપી ભુરાભાઈ બુધીયાભાઈ કટારા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદીના પિતા (આરોપી) ભુરાભાઈ બુધિયાભાઈ કટારાને ફરીયાદીની બહેન સુનીતાની ડિલીવરી સમયે ફરીયાદીના માતા (મરણજનાર) એ ડીલીવરી માટે રૂપિયા પાંચ હજાર આપેલા હોય તે બાબતે આરોપીએ ફરીયાદીની માતા સાથે માથાકૂટ અને ઝઘડો કરી ઉશ્કેરાઈ જઈ ફરીયાદીના માતાને લોખંડના હથોડાથી માથામાં મારી ગંભીર ઈજા કરી મોત નિપજાવી ઘરેથી ભાગી ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular