HomeMorbiમોરબીના ઉમિયાનગરમાં મકાન ખાલી કરાવવા મુદ્દે બબાલ, દંપતી સાથે ઝપાઝપી કરી હુમલો
મોરબીના ઉમિયાનગરમાં મકાન ખાલી કરાવવા મુદ્દે બબાલ, દંપતી સાથે ઝપાઝપી કરી હુમલો
મોરબી: મકાન ખાલી કરાવવાના મુદ્દે થયેલી માથાકૂટમાં દંપતી વચ્ચે પડતાં મહિલા સાથે ઝપાઝપી અને મારામારી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે આવેલ સીરામીક સીટી પાસે ઉમીયાનગર હનુમાન મંદિર પાસે રહેતા ૫૯ વર્ષીય અમરતબેન રામજીભાઈ વાઘેલાએ આરોપી ગીતાબેન રાજપુત રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી સાથી જીગ્નેશભાઈ સાથે ઝગડો કરતા હોય જેથી જીગ્નેશભાઈના પત્ની દિપાબેન છોડાવવા જતા આરોપીએ તેની સાથે ઝપા ઝપી કરી મુંઢ ઈજા કરી ફરીયાદી છોડાવવા વચ્ચે પડતા ફરીયાદી સાથે ઝગડો કરી જાતિ પ્રત્યે અપમાનીત કરી ધક્કો મારી પછાડી દિધા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.