HomeMorbiજુગારની મહેફિલ પર પોલીસનો દરોડો: રંગપરની વાડીમાંથી 10 જુગારીઓ ઝડપાયા
જુગારની મહેફિલ પર પોલીસનો દરોડો: રંગપરની વાડીમાંથી 10 જુગારીઓ ઝડપાયા
રંગપરથી જીવાપર રોડ પર આવેલી વાડીની ઓરડીમાં જુગાર રમતા 10 ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ રૂ.1.22 લાખ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે જુગારની રેઇડ કરતા મોરબી તાલુકાના રંગપર ગામની સીમ, રંગપર થી જીવાપર જવાના રસ્તે, ધનશ્યામસિંહ સજજનસિંહ ઝાલા ની માલીકીની વાડીની ઓરડીમાંથી જુગાર રમતા કૂલ-૧૦ ઇસમો ધનશ્યામસિંહ સજજનસિંહ ઝાલા રહે. રંગપર , અલ્પેશભાઇ બાબુભાઇ કાનાણી રહે. ધર્મવિજય સોસાયટી વિજયનગર, જગદીશભાઇ ચતુરભાઇ બાવરવા રહે- ધર્મગંગા સોસાયટી આઇ.ટી.આઇ. પાસે મહેન્દ્રનગર, મહેશભાઇ અંબારામભાઇ અંબાણી રહે-થોરાળા તા.જી- મોરબી, રાજેશભાઇ કાનજીભાઈ મોટકા રહે- ખાખરેચી તા.માળીયા જી- મોરબી, ભરતભાઇ ચંદુભાઇ લોરીયા રહે- સરદારનગર કન્યા છાત્રાલય રોડ, સુરેશભાઇ દેવશીભાઇ જાલરીયા રહે- શિવશકતિ સોસાયટી રવાપર રોડ, કાંતીલાલ નાગજીભાઇ દેત્રોજા રહે-પ્રભુકૃપા ટાઉનશીપ મહેન્દ્રનગર, જીજ્ઞેશભાઇ હરજીવનભાઇ કડીવાર રહે. વાઘપર તા.જી.- મોરબી, રમેશભાઈ ધરમશીભાઈ જેઠલોજા રહે.પીપળી તા.જી- મોરબીવાળાને રોકડ રૂ.૧,૨૨,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી મજકૂર ઇસમો વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.