HomeMorbiમોરબીના બરવાળા-લક્ષ્મીનગરમાં જુગારધામ પર પોલીસના દરોડા, 7 જુગારીઓ ઝડપાયા

મોરબીના બરવાળા-લક્ષ્મીનગરમાં જુગારધામ પર પોલીસના દરોડા, 7 જુગારીઓ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે બે અલગ-અલગ સ્થળે દરોડા પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા કુલ 7 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને સ્થળેથી કુલ રૂ.65,200ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે પ્રથમ દરોડો મોરબીના બરવાળા ગામમાં પાડી જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો સંતોષભાઈ ગગજીભાઈ દેલવાણીયા રહે. લાયન્સનગર શેરી નં.૨ મોરબી મુળ રહે.બરવાળા તા.જી.મોરબી, પ્રકાશભાઈ વિનોદભાઈ દેલવાણીયા રહે. શક્તિ મેડીકલની પાછળ, વીસીપરા, મોરબી મુળ રહે.બરવાળા તા.જી.મોરબી તથા દુર્ગેશભાઈ શીવાભાઈ દેલવાણીયા રહે. બરવાળા તા.જી. મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૪,૬૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજો દરોડો મોરબીના લક્ષ્મીનગર ગામે પાડતા સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમો પ્રકાશભાઇ અમ્બુભાઇ હળવદીયા રહે. લક્ષ્મીનગર તા.મોરબી, અરજણભાઇ જેઠાભાઇ રીણીયા રહે. લક્ષ્મીનગર તા.મોરબી, અમીતભાઇ બાબુભાઇ રાણેવાડીયા રહે. લક્ષ્મીનગર તા.જી- મોરબી, સાગરભાઇ સામજીભાઇ કોરડીયા રહે. લક્ષ્મીનગર તા.જી- મોરબીવાળાને રોકડ રૂપિયા ૨૦૬૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular