HomeMorbiમોરબીમાં ઘરકંકાસ બન્યો હિંસકઃ મહિલાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી...
મોરબીમાં ઘરકંકાસ બન્યો હિંસકઃ મહિલાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી
મોરબીના શક્ત સનાળા નવા પ્લોટ વિસ્તારમાં ૫૫ વર્ષીય મહિલા પર તેમના જ દીકરાના સાળાએ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાના બંને પગ અને વાસાના ભાગે લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં આવેલ શક્ત સનાળા નવા પ્લોટ વિસ્તારમાં રહેતા ૫૫ વર્ષીય નંદુબેન છગનભાઈ સોલંકીએ આરોપી લલીતભાઈ ખેંગારભાઈ ઉભડીયા રહે. ભડીયાદ ગામ તા. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ મારી બહેનને કેમ હેરાન કરો છો તેમ કહી ફરીયાદી સાથે ગાળા ગાળી કરી લાકડાના ધોકા વડે ફરીયાદિને બન્ને પગમાં તથા વાસાના ભાગે લાકડીનો ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.