HomeMorbiટંકારા સીમમાં તસ્કરોનો તરખાટ; પાંચ ખેડૂતોની વાડી નિશાન પર, 12 હજારના કોપર...

ટંકારા સીમમાં તસ્કરોનો તરખાટ; પાંચ ખેડૂતોની વાડી નિશાન પર, 12 હજારના કોપર વાયરની ચોરી

ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામની સીમમાં રાત્રિના સમયે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો. અલગ-અલગ પાંચ ખેડૂતોની વાડીઓમાંથી પાણીની મોટરના પટ્ટી કેબલમાંથી કોપર વાયર કાપી આશરે રૂ.12 હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામે રહેતા ૫૮ વર્ષીય રમેશભાઇ ચતુરભાઈ ફુલતરીયાએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી તથા સાથીઓની ઘુનડા (સ) ગામની સીમમા અદેપરના માર્ગે વાડી આવેલ હોય જે વાડીઓમાં તળાવ/કુવામાં રહેલ મોટરના પટ્ટી કેબલનો કોપર વાયર આશરે ૩૪૦ ફુટ જેનો આશરે વજન ૪૦ કિલો ગ્રામ કિંમત રૂપીયા-૧૨,૦૦૦/- નો કોઈ ચોર ઇસમ ચોરી કરી લઈ ગયા હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular