HomeMorbiમોરબીમાં દેશી દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને 6 માસ માટે હદપાર કરાયો
મોરબીમાં દેશી દારૂના ગુનામાં સંડોવાયેલા ઈસમને 6 માસ માટે હદપાર કરાયો
મોરબી: દેશી દારૂના વેચાણના ગુનામાં સંડોવાયેલા ઈસમ સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે હદપારીની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારીના હુકમ બાદ ઈસમને મોરબી સહિત છ જિલ્લાની હદમાંથી છ માસ માટે હદપાર કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દેશીદારૂ વેચાણના પ્રોહિબીશનના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ દિનેશભાઇ બાબુભાઇ ચૌહાણ રહે, મોરબીવાળા વિરૂધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવા અત્રેના પોલીસ સ્ટાફને સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અનુસંધાને સામાવાળા વિરૂધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરી મોકલતા પ્રાંત અધિકારી અને સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ મોરબી, નાઓ તરફથી પ્રોહિબીશનના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ શહેર, રાજકોટ રૂરલ, કચ્છ-ભુજ, જામનગર જીલ્લાની હદમાંથી છ માસ માટે હદપારી કરવા હુકમ કરતા સામાવાળાને અત્રેના જીલ્લામાંથી હદપારી કરવામા આવેલ છે.