HomeMorbiમોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં જાહેર રોડ પર જુગાર રમતા 9 ઈસમો...
મોરબીના ગોર ખીજડીયા ગામની સીમમાં જાહેર રોડ પર જુગાર રમતા 9 ઈસમો ઝડપાયા, રૂ.1.34 લાખની રોકડ જપ્ત
મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમમાં ખાખરાવાળી મેલડી માતાજીના મંદિર તરફ જતા કાચા રસ્તા પર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગારની મહેફિલ જામતી હોવાની બાતમી મળતાં મોરબી તાલુકા પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી નવ ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી કુલ રૂ.1,34,200ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી. જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે જુગારની રેઇડ કરતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામની સીમ ખાખરાવાળી મેલડી માતાજીના મંદીરે જવાના કાચા રસ્તે જાહેર રોડ ઉપર સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમો રોહિતભાઈ કાંતીભાઈ સરવૈયા રહે. સેન્ટ મેરી સ્કુલ પાસે, નવલખી રોડ મોરબી, રફીકભાઈ નુરમામદભાઈ જામ રહે. લક્ષ્મીનગર તા.મોરબી, ગોપાલભાઈ મોમભાઈ બાબુથર રહે.લાયન્સનગર (રણછોડનગર) મોરબી મોરબી, મહેશભાઈ સામંતભાઈ વિંઝવાડીયા રહે.કારીયા સોસાયટી વાવડી રોડ મોરબી, ભરતભાઈ બાબુભાઈ ચાવડા રહે.નગરદરવાજા બી એ મામુજીવાળી શેરી મોરબી, પનીવેલ કૃપાસ્વામી આદિદ્રવીડન રહે.રણછોડનગર પાણીની ટાંકી પાસે મોરબી, સતીષભાઈ ઉર્ફે સતાભાઈ બેચરભાઈ રાવા રહે.ફુલછાબ સોસાયટી વીસીપરા મોરબી, સંજયભાઈ ચંદુભાઈ પરેસા રહે.સેન્ટમેરી સ્કુલ પાસે નવલખી રોડ મોરબી, ગોપાલભાઈ લખાભાઈ જાદવ રહે.રણછોડનગર પાણીના ટાંકા પાસે મોરબીવાળાને રોકડ રૂ. ૧,૩૪,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.