HomeMorbiમોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો દરોડો: રૂ.43,100ની રોકડ સાથે છ જુગારીઓ ઝડપાયા

મોરબીમાં તીનપત્તીના અડ્ડા પર પોલીસનો દરોડો: રૂ.43,100ની રોકડ સાથે છ જુગારીઓ ઝડપાયા

મોરબીના શક્ત સનાળા-રાજપર રોડ પર આવેલી મારૂતિ હોટલની શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે રૂ.43,100ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબીના શક્ત સનાળા રાજપર રોડ પર આવેલ મારૂતિ હોટલ વાળી શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો તેજસભાઈ અરવિંદભાઈ દોશી રહે .હવેલી શેરી ગ્રીન ચોક મોરબી, નીતેશભાઈ મનહરગીરી ગોસાઈ રહે. મોરબી જેઈલ રોડ નારાયણ પાન સામે, મધુસુદનભાઈ વીઠલદાસ કુબાવત રહે. મોરબી નવાડેલા રોડ ખાખીની જગ્યામાં, મધુસુદન છોટાલાલ ઠાકર, મોરબી જેઈલ રોડ રાજબાઇ માતાના મંદીર પાસે, નિલેષભાઇ નાગરદાસભાઈ જોબનપુત્રા રહે. મોરબી જી.આઈ.ડી.સીની સામે અરીહંત સોસાયટી, પ્રદીપભાઈ શાંતીલાલ રાચ્છ રહે. મોરબી કાયાજીપ્લોટ શેરીનં.ર મોરબીવાળાને રોકડ રૂપિયા ૪૩૧૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular