HomeMorbiમીતાણામાં મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, બે આરોપી ફરાર
મીતાણામાં મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, બે આરોપી ફરાર
ટંકારા તાલુકાના મીતાણા ગામમાં પોલીસે બાતમીના આધારે આંગણવાડી નજીકના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની 44 બોટલ-ચપલા મળી કુલ રૂ. 5,960નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે દરોડા દરમિયાન મકાનમાં રહેલા બે આરોપી હાજર ન મળતાં બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે ટંકારા તાલુકાના મિતાણા ગામે આંગણવાડી પાસે આવેલા એક મકાનમાં રેઇડ કરતા માકાનમથી વિદેશી દારૂની ALL SEASONS’ બ્રાન્ડના ૩૯ ચપલા (કિંમત રૂ. ૫,૪૬૦/- અને ‘8 PM SPECIAL RARE’ બ્રાન્ડના ૫ ચપલા કિંમત રૂ. ૬૨૫/- મળી કુલ ૪૪ નંગ ઈંગ્લીશ દારૂના ચપલા કુલ કિંમત રૂ. ૫,૯૬૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આરોપી જયદિપ બાબુભાઈ બસીયા તથા સંજયભાઈ ગેલાભાઈ બસીયા રહે. મિતાણા ગામ તા. ટંકારાવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.