HomeMorbiભાવનગરમાં મિથેનોલયુક્ત ડુપ્લીકેટ દારૂના કાંડમાં SMCની મોટી કાર્યવાહી: ૧૩ આરોપીઓની ધરપકડ
ભાવનગરમાં મિથેનોલયુક્ત ડુપ્લીકેટ દારૂના કાંડમાં SMCની મોટી કાર્યવાહી: ૧૩ આરોપીઓની ધરપકડ
ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિથેનોલની માત્રાવાળો બોગસ દારૂ પીવાથી બનેલી અકસ્માતે મોતના બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને રાજ્યના ડી.જી.પી.ની સૂચનાથી તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ને સોંપવામાં આવી છે. SMCના પોલીસ ઇન્સ્પેક્ટર એઅને તેમની અલગ-અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
આ લકવારૂપ કેસમાં ડુપ્લીકેટ દારૂ બનાવવામાં તેમજ તેના વેચાણમાં સંડોવાયેલા કૂલ ૨૧ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ તથા પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એસ.એમ.સી.ની ટીમોએ સઘન દરોડા પાડીને આ ગુન્હામાં સંડોવાયેલા મુખ્ય ૧૩ આરોપીઓ ગૌતમ વીરમભાઇ સોલંકી ઉ.વ.૨૪ ધ રહે. ગામ-આમલીવાડી, નવા પ્લોટ, વરતેજ તા.જિ.ભાવનગર, જતીન સુરેશભાઇ કાંબડ ઉ.વ.૨૧ રહે. ગામ-પાળીયાદ, ભાલ, રામજીમંદીર શેરી, તા.જિ.ભાવનગર, સારસ દશરથભાઇ સોલંકી ઉ.વ.૨૫ રહે. ગામ- આમલીવાડી, નવા પ્લોટ, વરતેજ તા.જિ.ભાવનગર, પારસ ઉર્ફે પપ્પુ લાલજીભાઇ ચુડાસમા ઉવ. ૩૦ રહે સોડવદરા તા.જી.ભાવનગર, મનદીપસીંહ પૃથ્વીરાજસીંહ ગોહીલ ઉવ.૨૦ રહે.ખરકડી તા.ધોધા જી.ભાવનગર, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમો બટુકસિંહ ગોહિલ ઉવ.૩૦ રહે.ખરકડી ગામ, તા.ઘોઘા, જી.ભાવનગર, જયદીપ જીવરાજ મકવાણા ઉ.વ.૨૭ રહે.કુંભારવાડા, નાથાભાઇના ચોક પાસે, મ્યુનીસીપલ ક્વાર્ટર સામે, લાલાભાઈની દુકાન સામે, મફતનગર, ભાવનગર, હર્ષ ઉર્ફે હસુ રોહીતભાઇ ચૌહાણ ઉવ.૨૫ રહે.ચૌદનાળા, રાજાનામ અવેડા વાળા ખાચામા ઘોઘા તા.જી.ભાવનગર, વિવેક અરજણ અલગોતર ઉ.વ.૨૬ રહે.પ્લોટ નંબર ૧ સામે મફત નગર, વર્ષા સોસાયટી, ભાવનગર, ભાર્ગવ કનૈયાલાલ ભટ્ટ ઉવ.૨૯ રહે. ફ્લેટ નં.૭૦૬ સાતમો માળ સરકારી આવાસ એફ બીલ્ડીંગ સુભાષ નગર ભાવનગર મુળ રહે. ભંડારીયા ભટેશ્વર શેરી, વરતેજ તા.જિ.ભાવનગર શેરી વરતેજ તા.જી.ભાવનગર, કેવલ ઉર્ફે સાંગો રમેશભાઇ સોલંકી રહેવાશી રૂઆ ૨૫ વારીયાલ લીલા વુડની સામેલ આવાસ યોજનાલ ભાવનગર, સુખદેવ બાધાભાઇ સલાટ ઉ.વ.૨૫ રહેવાશી, રૂવા રોડ, બાલા હનુમાન ની પાછળ, પ્રધાન મંત્રી આવાસ યોજના,બ્લોક-સી છઠ્ઠો માળ, ફલેટ નંબર ૬૦૮ ભાવનગર, હાર્દિક ઉર્ફે ટીંચો ગોવીંદભાઇ બારૈયા કોળી ઉ.વ.૨પ રહે.પ્લોટ નંબર ૨૯૫, ખેડુતવાસ, રજપુત સોસાયટી ભાવનગરવાળાની અટકાયત કરી લીધી છે. પોલીસ તપાસ દરમિયાન ડુપ્લીકેટ દારૂની બોટલો, ઝેરી કેમિકલ, કલર, બોટલના ઢાંકણા, સ્ટીકર રોલ, પુઠ્ઠા અને રોયલ સ્ટેગ બ્રાન્ડના બોગસ સ્ટીકરો સહિતનો મોટો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં એ ખુલાસો થયો છે કે આરોપીઓ આ સાધન-સામગ્રી દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવતા હતા. હાલમાં પકડાયેલા ૧૩ આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલુ છે અને બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે રાજ્ય અને દેશભરમાં ટીમો રવાના કરવામાં આવી છે.
પોલીસની જાહેર જનતાને અપીલ:
પોલીસ તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ખાસ વિનંતી કરવામાં આવી છે કે ‘રોયલ સ્ટેગ’ (Royal Stag) ના સ્ટીકર અને બારકોડ નંબર ધરાવતી કોઈ દારૂની બોટલ કે સ્ટીકર કોઈની પાસે હોય તો તેનો તુરંત નાશ કરવો અને તેનું સેવન બિલકુલ ન કરવું. જો કોઈ વ્યક્તિએ અજાણતાં પણ આ દારૂનું સેવન કર્યું હોય તો તેમણે જીવના જોખમથી બચવા માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલ કે દવાખાને જઈ તબીબી તપાસ કરાવી લેવી.