HomeMorbiમોરબીના નાની વાવડીમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 9 મહિલા સહિત 10 ઝડપાયા
મોરબીના નાની વાવડીમાં જુગારધામ પર પોલીસનો દરોડો, 9 મહિલા સહિત 10 ઝડપાયા
મોરબી શહેરના નાની વાવડી વિસ્તારમાં તીન પત્તીનો જુગાર રમતા 9 મહિલા સહિત કુલ 10 ઈસમોને સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રૂ.15,300 રોકડ રકમનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ નાની વાવડી ખાતે સમજુબા સ્કૂલની પાછળ ભગવતી પાર્કમાં તીન પત્તીનો જુગાર રમતા 10 મહિલાઓ મેઘાબેન વિમલભાઈ લલીતભાઈ રણપરીયા રહે. વાવડી રોડ, ગાયત્રીનગર, બાપાસીતા રામ મઢુલી પાસે, મોરબી, પુજાબેન લાભુભાઈ ઠાકોર રહે નાની વાવડી, સમજુબા સ્કુલ પાછળ, ભગવતી પાર્ક, કીષ્નાબેન હરેશભાઈ અગ્રાવત રહે. રવાપર ગામ, કેપિટલ માર્કેટ પાસે, સરદાર નગર-૨, વિશાલભાઈ હરેશભાઈ અગ્રાવત રહે. રવાપર ગામ, કેપિટલ માર્કેટ પાસે, સરદાર નગર-૨, મંજુલાબેન મંગળગીરી ગૌસ્વામી રહે. વાવડી ગામ, શ્રી હરી પાર્ક સોસાયટી, સમાબેન સફીભાઈ મેમણ રહે. વાવડી રોડ, બાવરીયા પીરની દરગાહ પાસે, ઉષાબેન અશ્વીનભાઈ સંપટ રહે. દરબારગઢ પાસે, જની શેરી, મમતાબેન અરવિંદભાઈ વટગામા રહે. સમજુબા સ્કુલની પાછળ, વાવડી રોડ, સરસ્વતીબેન ઉર્ફે સિલ્પાબેન વિપુલભાઈ રહે. પંચાસર રોડ, શ્યામ પાર્ક, દક્ષાબેન અમૃતભાઈ ઠોરીયા રહે. રવાપર ધુનડા રોડ, કીષ્ના સ્કુલની પાસે, રૂષીકેશ એપાર્ટમેન્ટ, પાંચમો માળ, મોરબીવાળાને રોકડ રૂપિયા 15300 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.