HomeMorbiવાંકાનેરમાં તીનપત્તીનો જુગાર ઝડપાયો, 6 શખ્સો પોલીસની ઝપેટમાં

વાંકાનેરમાં તીનપત્તીનો જુગાર ઝડપાયો, 6 શખ્સો પોલીસની ઝપેટમાં

વાંકાનેરના નવાપરા ખડીપરા શેરી નં.-2 નજીક તીનપત્તીનો જુગાર રમતા 6 ઈસમોને વાંકાનેર સિટી પોલીસે રોકડ રૂ.17,350ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન વાંકાનેર શહેરમાં આવેલ નવપાર ખડીપરા શેરી નં -02 નજીક તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમો લાલજીભાઈ શિવાભાઈ કાંજીયા, હુસેનભાઈ યુસુફભાઈ અફરીદી, સુરેશભાઈ ભરતભાઈ ધોરીયા, રાજુભાઈ રમેશભાઈ ધોરીયા, અનિલભાઈ રમેશભાઈ ધોરીયા, મહેશભાઈ મનસુખભાઈ અથોલા રહે બધાં વાંકાનેરવાળાને રોકડ રૂપિયા 17,350 ના મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular