HomeMorbiમોરબીમાં રેકડીની લોખંડની પેટીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

મોરબીમાં રેકડીની લોખંડની પેટીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

પોલીસની કાર્યવાહી: 61 ચપલા સાથે રૂ.4,575નો મુદ્દામાલ જપ્ત

મોરબી શહેરના વાઘપરા નાકા પાસે દાણાપીઠ સબ સ્ટેશન નજીક રેકડી પર રાખેલી લોખંડની પેટીમાંથી વિદેશી દારૂના 61 ચપલા મળી આવતા એ ડિવિઝન પોલીસે જથ્થો જપ્ત કર્યો હતો. જોકે સ્થળ પર આરોપી હાજર ન મળતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરના વાઘપરા નાકા પાસે દાણાપીઠ સબ સ્ટેશન નજીક રેકડી પર રાખેલી પેટીમાં વિદેશી દારૂના ચપલા નંગ -૬૧ કિંમત રૂપિયા ૪૫૭૫ નો મુદામાલ જપ્ત કરી આરોપી સ્થળ પર હાજર ન મળી આરોપી સિદ્દીકભાઈ ઈસ્માઈલભાઈ ચાનીયા રહે વાઘપરા, મોરબીવાળા વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular