HomeMorbiભીમસર ચોકડી પાસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ: તાડપત્રીની આડમાં છુપાવેલો 16,920 નંગનો જથ્થો...
ભીમસર ચોકડી પાસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ: તાડપત્રીની આડમાં છુપાવેલો 16,920 નંગનો જથ્થો ઝડપાયો
મોરબી: માળિયા-મોરબી નેશનલ હાઈવે પર ભીમસર ચોકડી નજીક સરહદી રેન્જ ભુજની ટીમે દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી કરી છે. હળવદ તરફથી આવતી ટાટા ટ્રકમાં તાડપત્રીની આડમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ.34.08 લાખનો મુદ્દામાલ કબજે કરી એક શખ્સને ઝડપી પાડ્યો છે.
બાતમીના આધારે પોલીસ ટીમે ભીમસર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ ટાટા ટ્રકને અટકાવી તપાસ કરતા તાડપત્રી નીચે અલગ-અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ તથા બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ 16,920 નંગ દારૂ-બીયરનો જથ્થો, જેની કિંમત રૂ.24.03 લાખ, તેમજ રૂ.10 લાખની ટ્રક સહિત કુલ રૂ.34.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે રાજસ્થાનના રહેવાસી ખેતારામ ઠાકુરરામ માજીરાણાને ઝડપી પાડી માળિયા મિયાણા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.