HomeMorbiચરાડવા સીમમાં જુગારનો અડ્ડો ઝડપાયો: રોકડ રૂ.32,800 સાથે પાંચ શખ્સ પોલીસની ઝપેટમાં

ચરાડવા સીમમાં જુગારનો અડ્ડો ઝડપાયો: રોકડ રૂ.32,800 સાથે પાંચ શખ્સ પોલીસની ઝપેટમાં

હળવદના ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ.32,800ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે ચરાડવા ગામની સીમમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી પાંચ ઇસમો વિજય છગનભાઇ માકાસણા રહે. ગામ ચરાડવા તા.હળવદ, ગીરીશ રતીલાલભાઇ પરમાર રહે ગામ ચરાડવા તા.હળવદ, રફીક હારૂનભાઇ મોવર રહે માળીયા માતમના ઓટા પાસે તા.માળીયા, અમીત રમેશભાઈ ચૌહાણ રહે ગામ ચરાડવા નવા તળાવ તા.હળવદ, દિલીપ અરવિંદભાઈ સોનગ્રા રહે ગામ ચરાડવા પ્લોટ વિસ્તાર તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૨,૮૦૦/- ના મુદામાલ સાથે આરોપી-૫ ને પકડી આરોપી વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુન્હો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

RELATED ARTICLES

Most Popular