HomeMorbiમોરબીમાં SOGનો સપાટો: સ્વેડ સીરામીકના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલો ગાંજો ઝડપાયો, પરપ્રાંતીય...
મોરબીમાં SOGનો સપાટો: સ્વેડ સીરામીકના લેબર ક્વાર્ટરમાંથી 1.814 કિલો ગાંજો ઝડપાયો, પરપ્રાંતીય શખ્સની ધરપકડ
મોરબી તાલુકાના રંગપર બેલા રોડ પર SOGએ દરોડો પાડી સ્વેડ સીરામીકના લેબર ક્વાર્ટરમાંથી રૂ.90,700ની કિંમતનો 1 કિલો 814 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો હતો. પોલીસે રોકડ અને મોબાઇલ સહિત કુલ રૂ.98,350નો મુદ્દામાલ કબજે કરી મૂળ બિહારના એક શખ્સને ઝડપી લીધો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી.ને બાતમી મળેલ કે, સુનિલ રાધેશ્યામ રહે.સ્વેડ સીરામીક, સોમનાથ પેટ્રોલપંપની સામે, રંગપર બેલા, તા.જી.મોરબી વાળો સ્વેડ સીરામીક કારખાનામાં પોતાના કબ્જા ભોગવટા વાળા લેબર ક્વાર્ટરમાં બીજા માળે, ઓરડીમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી પોતાના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરતો હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા વનસ્પતિ જન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ૧ કિલો ૮૧૪ ગ્રામ કિ.રૂ.૯૦,૭૦૦/, ગાંજાનુ વેચાણ કરી તેના મેળવેલ રોકડ રૂપીયા ૨૬૫૦/- મળી તથા મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કીમંત રૂપીયા ૯૮,૩૫૦ ના મુદ્દામાલ સાથે આરોપી સુનિલભાઇ રાધેશ્યામભાઇ મૌઆર રહે. હાલ સ્વેડ સીરામીક લેબર ક્વાટર, સોમનાથ પેટ્રોલપંપની સામે, રંગપર બેલા, તા.જી.મોરબી મુળ રહે.બીહારવાળો ઇસમ મળી આવતા એન.ડી.પી.એસ. એકટ કલમ-૮(સી), ૨૦(બી) (૨-બી), ૨૯ મુજબની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આગળની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપેલ છે.