HomeMorbiમોરબીમાં તીનપત્તીના જુગાર પર પોલીસનો સપાટો, 6 શખ્સો ઝડપાયા
મોરબીમાં તીનપત્તીના જુગાર પર પોલીસનો સપાટો, 6 શખ્સો ઝડપાયા
મોરબીના મચ્છોનગરમાં હનુમાનજી મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા 6 શખ્સોને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.84,500 રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ મચ્છોનગર પાસે હનુમાનજી મંદિર નજીક તીનપત્તીનો જુગાર રમતા 06 ઈસમો બાલુભાઈ રેવાભાઇ ખીટ, ચકુભાઈ ઉર્ફે ખોડાભાઈ થોભણભાઈ પરસાડિયા, છનાભાઈ ખોડાભાઈ રાતડિયા, રાજુભાઈ બાબુભાઈ ચાવડિયા, વિપુલભાઈ બેચરભાઈ લામકા, રાજુભાઈ અરજણભાઈ રાઠોડ રહે. બધા મચ્છોનગર મોરબીવાળાને રોકડ રૂપિયા ૮૪૫૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.