HomeMorbiટંકારાના બંગાવડીમાં જમીન પચાવી પાડ્યાનો આરોપ: નિવૃત્ત બેંક મેનેજરે કૌટુંબિક ભાઈ સામે...
ટંકારાના બંગાવડીમાં જમીન પચાવી પાડ્યાનો આરોપ: નિવૃત્ત બેંક મેનેજરે કૌટુંબિક ભાઈ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી
ટંકારા તાલુકાના બંગાવડી ગામે વડીલોપાર્જિત જમીન પર ગેરકાયદેસર કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડ્યાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતા નિવૃત્ત બેંક મેનેજરે કૌટુંબિક ભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાના બંગાવડી ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા અને નીવૃત બેન્ક મેનેજર ડુંગરભાઈ હીરાભાઈ કાસુન્દ્રા (ઉ.વ.૬૮) એ આરોપી સુરેશભાઈ મેઘજીભાઈ કાસુન્દ્રા રહે. બંગાવડી તા. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ આ કામના ફરીયાદીની વડીલો પાર્જીત ટંકારા તાલુકાના બંગાવડી ગામના સર્વે નં. ૧૮૫/૧ પૈકી ૨ વાળી હૈ.૦૧-૨૯-૫૦ ચો.મી. જમીનમાથી હે.૦૧-૧૫-૩૫ જેટલી જમીનનો તા.૦૨/૦૧/ ૨૦૨૪ થી ગેરકાયદેસર કબજો કરી વાવેતર કરી જમીન પચાવી પાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમની કલમ-૩,૪(૧)(૩), ૫(ગ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.