HomeMorbiમોરબીના ઘુટુમાંથી 3 વર્ષના માસૂમનું અપહરણ: રમકડાં અપાવવાની લાલચ આપી શખ્સ બાળકને...

મોરબીના ઘુટુમાંથી 3 વર્ષના માસૂમનું અપહરણ: રમકડાં અપાવવાની લાલચ આપી શખ્સ બાળકને લઈ ગયો

મોરબી તાલુકાના ઘુટુ ગામની સીરામીક લેબર કોલોનીમાંથી 3 વર્ષના બાળકને રમકડાં અપાવવાના બહાને એક શખ્સ લઈ જતાં ચકચાર મચી છે. માતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની હાલ મોરબીના ઘોટુ ગામની સીમમાં આવેલ સ્પેનસરા સીરામીકની લેબર કોલોનીમાં રહેતા અને મજુરી કામ કરતા અર્ચનાબેન રાજુભાઇ વર્મા (ઉ.વ.૨૬) એ આરોપી સંતોષ નવલા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ ફરીયાદીના સગીર વયના દિકરાને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી બજારમાંથી રમકડા લઈ આપવાનું બહાનું બતાવી અપહરણ કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular