HomeMorbiટંકારાના છતર GIDC દારૂકાંડમાં 7 મહિનાથી ફરાર આરોપી રાજકોટથી ઝડપાયો
ટંકારાના છતર GIDC દારૂકાંડમાં 7 મહિનાથી ફરાર આરોપી રાજકોટથી ઝડપાયો
ટંકારા તાલુકાના છતર GIDCમાં ગોડાઉનમાંથી ઝડપાયેલા વિદેશી દારૂના જંગી જથ્થાના પ્રકરણમાં ટંકારા પોલીસે સાતેક મહિનાથી નાસતા ફરતા આરોપીને રાજકોટથી ઝડપી પાડ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન અગાઉ તા.૧૪/૦૧/૨૦૨૬ ના રોજ છતર જી.આઇ.ડી.સી.માં ગોડાઉનમાંથી ઇંગ્લીશ દારૂનો જંગી જથ્થો કબજે કરવામાં આવેલ હતા. જે ગુનામાં નીતીનભાઇ વિનુભાઇ વાઘેલા રહે. રાજકોટ વાળો નાસતો ફરતો હોય જે આરોપી રાજકોટ ખાતે હોવાની બાતમીના આધારે આરોપી નીતીનભાઇ વિનુભાઇ વાઘેલા ઉ.વ. ૩૩ ધંધો મજુરી રહે. ન્યુ સર્વોદય સોસાયટી શેરી નંબર-૦૫ નવા થોરાળા તા.જી.રાજકોટ વાળાને પકડી ઇસમની અટક કરી રીમાન્ડ મેળવવા અંગે આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.