HomeMorbiબરવાળા બસ સ્ટેન્ડેથી ઝડપાયો છ માસથી ફરાર ચોર!
બરવાળા બસ સ્ટેન્ડેથી ઝડપાયો છ માસથી ફરાર ચોર!
મોરબી તાલુકા અને સિટી એ ડિવિઝન પોલીસના ઘરફોડ તથા વાહનચોરીના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા-ફરતા મધ્યપ્રદેશના આરોપીને મોરબી તાલુકા પોલીસે બરવાળા બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ઘરફોડ તથા વાહન ચોરી ગુન્હાનો આરોપી કમલસિંગ ઉર્ફે ભાયો કેલસિંગ અલાવ (ઉ.વ.૩૪ ) રહે-બોગાલી નરવાલી તા.ફકસી થાના-ટાડા જી.ધાર મધ્યપ્રદેશ વાળા છેલ્લા છયેક માસ થી નાસતો-ફરતો હોય જેને શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફનાને ખાનગીરાહે બાતમી મળેલ કે ઘરફોડ તથા વાહન ચોરીના ગુન્હામાં પકડવાનો બાકી આરોપી બરવાળા ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભેલ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.