HomeMorbiSGFI સ્પર્ધામાં ગોરખીજડિયા પ્રાથમિક શાળાનો દબદબો: ત્રણ રમતવીરોએ લહેરાવ્યો શાળાનો પરચમ

SGFI સ્પર્ધામાં ગોરખીજડિયા પ્રાથમિક શાળાનો દબદબો: ત્રણ રમતવીરોએ લહેરાવ્યો શાળાનો પરચમ

ગુજરાત સરકાર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની SGFI રમતગમત સ્પર્ધામાં ગોરખીજડિયા પ્રાથમિક શાળાના રમતવીરોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ત્રણ અલગ-અલગ સ્પર્ધામાં નોંધપાત્ર સફળતા મેળવી છે.

80 મીટર વિઘ્ન દોડમાં માવી મનોજે પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. જ્યારે ચક્ર ફેંક સ્પર્ધામાં કંઝારીયા પૂનમે દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. ઉપરાંત લાંબી કૂદ સ્પર્ધામાં મેડા સેનાએ તૃતીય ક્રમ મેળવી શાળાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે.

ત્રણેય રમતવીરોની આ શાનદાર સિદ્ધિ બદલ ગોરખીજડિયા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ ભવિષ્યમાં પણ રમતગમત ક્ષેત્રે વધુ સફળતા મેળવી શાળાનું અને સમગ્ર વિસ્તારનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular