HomeMorbi“અમારી બાતમી કેમ આપે છે?” કહી ટંકારામાં યુવક પર પાઇપ-લાકડીથી હુમલો, પોલીસ...
“અમારી બાતમી કેમ આપે છે?” કહી ટંકારામાં યુવક પર પાઇપ-લાકડીથી હુમલો, પોલીસ ફરિયાદ
ટંકારાના સો વારિયા પ્લોટ વિસ્તારમાં યુવકને રસ્તામાં રોકી બાતમી આપવાના મુદ્દે ચાર શખ્સોએ ગાળો આપી પાઇપ-લાકડી વડે માર માર્યો હોવાનો આક્ષેપ; ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
આ અંગે મળતી માહિતી મુજબ ટંકારાના કલ્યાણપર રોડ પર આવેલ સો વારિયા પ્લોટમાં રહેતા હાજીશા ઉર્ફે મુન્નો હુશેનશા સોહરવર્દી (ઉ.વ.૩૩) એ આરોપી હબીબભાઈ ઈશાભાઈ અબ્રાણી, ઈમાનભાઈ હબીબભાઇ અબ્રાણી, આદમભાઈ ઈશાભાઈ અબ્રાણી, અવેશ આદમભાઈ અબ્રાણી રહે. ટંકારાવાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓ હબીબભાઈ તથા આરોપી ઇમરાનભાઈ બન્નેએ અમરાપર રોડ પર ફરીયાદીનુ મોટરસાયકલ રોકી બન્નેએ ફરીયાદીને કહેલ કે કેમ અમારી બાતમી આપશ તેમ કહી ફરીયાદીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી આરોપી હબીબભાઈએ લોખંડનો પાઈપ મારી તથા આરોપી ઈમારનભાઈએ લાકડી વડે મારી આરોપીઓને ફોન કરી બોલાવીને બન્ને આવીને ફરીયાદીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી અને જતા જતા આરોપીઓએ ફરીયાદીને કહેલ કે તુ પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા જઈશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.