HomeMorbiમોરબીમાં જુગારધામ પર પોલીસનો દરોડો: નવ મહિલા સહિત 18 પત્તાપ્રેમી ઝડપાયા

મોરબીમાં જુગારધામ પર પોલીસનો દરોડો: નવ મહિલા સહિત 18 પત્તાપ્રેમી ઝડપાયા

મોરબી સિટી એ ડિવિઝન પોલીસે શહેરમાં અલગ-અલગ સ્થળે દરોડા પાડી તીનપત્તીનો જુગાર રમતા નવ મહિલા સહિત કુલ 18 લોકોને ઝડપી પાડ્યા છે. બંને કાર્યવાહીમાં પોલીસે રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મોરબી શહેરમાં આવેલ મુનનગરમા ફ્લેટમાં જુગાર રમતા રમતા કુલ આઠ ઈસમો મથુરભાઈ છગનભાઈ કાસુંદ્રા રહે. મુનનગર, રાજેશભાઈ મગનભાઈ વાછાણી રહે. મોરબી અવની ચોકડી એન્ટીકા એપાર્ટમેન્ટ, નીતીનભાઇ લવજીભાઇ ગામી રહે. ટીંબડી પાટીયા પાટીદાર ટાઉનશીપ, હરેશભાઇ રામજીભાઇ કૈલા રહે. ઘુંટુ હરીનગર બહુચરાજી માતા મંદિર પાસે, પંકજભાઈ રમેશભાઈ રામજીભાઈ ગામી રહે. ક્રિષ્ના શાળા વાળી શેરી રવાપર રોડ મોરબી, અંતુભાઈ જગદિશભાઇ શર્મા રહે. ગોપાલ ડેરી ની બાજુમા વાવવડ રોડ મોરબી, જયદિપભાઇ ઉર્ફે કાનો દામજીભાઈ ગોવિંદભાઈ ભટાસણા રહે. તુલસીકલ્પ એપા ઓમ પાર્ક સોસા નાની કેનાલ રોડ મોરબી, ભરતભાઈ ગોરધનભાઈ સવસાણી રહે. અવની ચોકડી સોહમ પ્લેસ મોરબીવાળાને રોકડ રૂપિયા ૭,૧૬,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બીજી રેડ મોરબીના નાની કેનાલ રોડ પર આવેલ ઓમ પાર્કમાં પાડતા તીનપત્તીનો જુગાર નવ મહિલા સહિત દશ વ્યક્તિ લતાબેન કૈલાશભાઈ મેરજા રહે. ન્યારા હાઇટ્સ ફ્લેટ ન 201 મોરબી, હેતલબેન ભુપેન્દ્રભાઈ સિધ્ધપુરા રહે. પાર્ક ગેઇટ ની અંદર વાવડી રોડ મોરબી, અમીષાબેન અંકીતભાઇ જસાપરા રહે. સોમનાથ પાર્ક મહેન્દ્રનગર રોડ, ટ્વિંકલબેન નરેશભાઈ જસાપરા રહે. સામાકાઠે પ્રભુક્રુપા સોસાયટી , પારૂલબેન રોહિતભાઈ ચાવડા રહે. વાવડી રોડ સોમૈયા સોસાયટી મોરબી, મંજુલાબેન ઇન્દુભાઇ કાવાણી રહે. પાવન પાર્ક શેરી ન 1 હાઉસિંગ પાસે મોરબી, જલ્પાબેન ભાવેસભાઈ સીતાપરા રહે‌. સામાકાઠે પ્રભુક્રુપા સોસાયટી સતનામ એપાર્ટમે ન્ટ ફેલ્ટ 102, આસીસભાઇ વિનોદભાઇ વિડજા રહે. મહેન્દ્રનગર ચોક્ડી હરીગુણ રેસીડન્સી જાનકી હાઇટ્સ ગામ. મોરબી, મુક્તાબેન બાલુભાઇ સીતાપરા રહે. પ્રભુકૃપા રેસીડેન્સી સતનામ બી ફકેટ ન 102 સામાકાંઠે મોરબી, દુર્ગાબેન અનિલભાઈ સરડવા રહે. ન્યારા હાઇટ્સ ફ્લેટ ન 801 યુનીટ 2 મોરબીવાળાને રોકડ રૂપિયા ૩૯,૪૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular