HomeMorbiલાલપરના રહેણાક મકાનમાં જુગારનો અડ્ડો ઝડપાયો: સાત શખ્સો રૂ.38,500ની રોકડ સાથે પોલીસના...
લાલપરના રહેણાક મકાનમાં જુગારનો અડ્ડો ઝડપાયો: સાત શખ્સો રૂ.38,500ની રોકડ સાથે પોલીસના સકંજામાં
મોરબી તાલુકાના લાલપર ગામે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી રહેણાક મકાનમાંથી જુગાર રમતા સાત ઈસમોને ઝડપી પાડ્યા, રોકડ સહિત મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહી./જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમીના આધારે જુગાર ની રેઇડ કરતા મોરબી તાલુકાના લાલપર ગામે રાધે હોટલ પાછળ વિશાલદિપ કંમ્પાઉન્ડ સોસાયટીમાં પ્રથમ શેરીમાં ભરતભાઇ કાંન્તીલાલ મહેતા ના રહેણાક મકાને બિજા માળે બિજી ઓરડીમાં જુગાર રમતા કૂલ-૦૭ ઇસમો મુકેશભાઇ લખમણભાઇ ઠોરીયા રહે-ભડીયાદ કાંટે જવાહર સોસાયટી મોરબી, ગોપાલભાઇ મોહનભાઇ ડાભી રહે-સો-ઓરડી શેરી નંબર ૦૧ મોરબી ૦૨, જયંતીભાઈ રવજીભાઈ ડાભી રહે-રાધે હોટલની પાછળ લાલપર તા.જી.મોરબી, અમીતભાઇ દિનેશભાઇ ઠોરીયા જાતે અનુ.જાતી રહે-રાધે હોટલની પાછલ લાલપર તા.જી.મોરબી, રાજેશભાઇ રમેશભાઇ સનારીયા રહે-શીતળા માતાજી મંદિર પાસે મહેન્દ્રનગર મોરબી, પંકજભાઇ જીવરાજભાઇ પરમાર રહે-ભીમરાવનગર વી.સી.પરા મોરબી, મનોજભાઇ હિરાભાઇ પરમાર ધંધો-મજુરી રહે-ટીબડી પાટીયા પાસે તા.જી.મોરબીવાળાને રોકડ રૂ.૩૮૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરેલ છે.