HomeMorbiમોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂ.60.63 લાખની છેતરપિંડી, બે શખ્સ સામે ગુનો

મોરબીમાં આંગડિયા પેઢીના વેપારી સાથે રૂ.60.63 લાખની છેતરપિંડી, બે શખ્સ સામે ગુનો

મોરબીના રવાપર ચોકડી પાસે આંગડિયા પેઢી ચલાવતા વેપારીનો વિશ્વાસ કેળવી રૂ.60.63 લાખનું આંગડિયું રાજકોટ કરાવી રકમ ઉપાડી લીધા બાદ ફોન બંધ કરી દેતા ચકચાર મચી છે. મામલે બે શખ્સ સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

આ અંગે મળતી માહિતી મુજબ મૂળ જામનગર જીલ્લાના કેસીયા ગામના વતની અને હાલ મોરબીના રવાપર રોડ પર નીતીન સોસાયટીમાં રહેતા અને આંગડિયા પેઢીનો વ્યવસાય કરતા 45 વર્ષીય વિપુલભાઈ મોતીભાઈ ગોધાણીએ આરોપી જયરાજસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ રહે. શક્તનાળા, મોરબી તથા નિમેષભાઈ આચાર્ય રહે. મોરબીવાળા વિરૂદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીને આરોપીએ અવાર નવાર તેમના આંગડીયામાથી અન્ય જગ્યાએ આંગડીયા કરાવી વિશ્વાસ કેળવી આરોપીઓએ તેમના મળતીયા માણસો સાથે કાવત્રુ રચી ફરીયાદીને રાજકોટ ખાતે શ્રીજી આંગડીયા પેઢીમાં રૂ.૬૦,૬૩,૪૦૦/- નુ આંગડીયુ કરાવી આરોપી નિમેષના આંગડીયામાથી પૈસા ઉપાડી લઈ ફોન સ્વીચ ઓફ કરી આંગડીયામા ફરીયાદીએ રૂ.૬૦,૬૩,૪૦૦/- રૂપીયા નહી પહોંચાડી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Most Popular