HomeMorbiરવાપર રોડ પર SOGની કાર્યવાહી: દેશી બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ...
રવાપર રોડ પર SOGની કાર્યવાહી: દેશી બનાવટની પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ સાથે શખ્સ ઝડપાયો
મોરબીના રવાપર રોડ પર કરણ એપાર્ટમેન્ટ નજીક SOGએ બાતમીના આધારે દરોડો પાડી દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કારતૂસ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ.5,200નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળેલ કે, પરીમલભાઇ ગોપાલભાઇ વાધેલા રહે.લીલાપર રોડ મોરબીવાળા પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમી આધારે મોરબી રવાપર રોડ, કરણ એપાટમેન્ટ પાસે રેઇડ કરતા આરોપી દેશી હાથ બનાવટની પિસ્ટલ (હથીયાર) નંગ-૦૧ કિં.રૂ.૫,૦૦૦/ તથા જીવતા કાર્ટીસ નંગ-૨ કિ.રૂ.૨૦૦/- મળી કુલ મુદ્દામાલ કીમંત રૂપીયા ૫,૨૦૦ના મુદ્દામાલ સાથે મળી આવતા આર્મ્સ એકટની કલમ ૨૫(૧-બી) એ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબની કાર્યવાહી કરી મોરબી સીટી એ ડીવીજન પો.સ્ટે. ગુન્હો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી એસ.ઓ.જી. શાખાએ હાથ ધરેલ છે.