HomeMorbiસંસ્કૃત ગૌરવ યાત્રામાં ગુંજ્યો ભારતીય સંસ્કૃતિનો સંદેશ, મોરબીમાં યોજાયો સંસ્કૃત સપ્તાહ મહોત્સવ

સંસ્કૃત ગૌરવ યાત્રામાં ગુંજ્યો ભારતીય સંસ્કૃતિનો સંદેશ, મોરબીમાં યોજાયો સંસ્કૃત સપ્તાહ મહોત્સવ

આજે નિર્મળ વિદ્યાલય, મોરબી ખાતે યોજાયેલા “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ” અંતર્ગત જીલ્લા શિક્ષણ અધિકારી કમલેશભાઈ મોતા સાહેબ તેમજ મોરબી મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન ભગીરથભાઈ બરાસરા, કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા, નુતનબેન વિડજા અને સ્કુલ સંચાલક નિલેશભાઈ કુંડારીયા, રમણીકભાઈ બરાસરા, કૌશિકભાઈ દેસાઇ તેમજ સ્કુલના સ્ટાફ સાથે સાસંસ્કૃત ગૌરવ યાત્રા-રેલીમાં સહભાગી થઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો.

વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ઋષિ-મુનિઓ તથા ભારતીય સંસ્કૃતિને દર્શાવતી સુંદર વેશભૂષા સાથે યોજાયેલી આ રેલીમાં જોડાઈને સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાન પરંપરાના સંવર્ધનનો સંદેશ આપવામાં આવ્યો.

આવી સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને નવી પેઢીમાં સંસ્કારનું સિંચન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

RELATED ARTICLES

Most Popular