HomeMorbiમોરબીમાં ગુમ થયેલા 4 માસૂમ બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા, પોલીસની સરાહનીય...
મોરબીમાં ગુમ થયેલા 4 માસૂમ બાળકોને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યા, પોલીસની સરાહનીય કામગીરી
તહેવારોની ભીડ વચ્ચે ઘરેથી ગુમ થયેલા ચાર સગીર બાળકોને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે CCTV અને હ્યુમન સોર્સની મદદથી ગણતરીના કલાકોમાં સહીસલામત શોધી પરિવારને સોંપ્યા.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં રમેશભાઈ મનીભાઇ સાથળીયા (ઉ.વ.૫૫) રહે.ઘુટુ રોડ આઇ.ટી.આઇ સામે પાણીના ટાંકા પાસે ઝુપડામાં મોરબી-૨ વાળા પો.સ્ટે. આવી જાહેરાત કરેલ કે, પોતાના સગીર વયના બે દિકરી તથા એક દિકરો તથા તેની બાજુમા રહેતા તેના કૌટુબીક બેન સંગીતાબેન નાઓની સગીર વયની દિકરી એમ કુલ ૦૪ બાળકો રમવા જવાનુ કહિ ઘરેથી નિકળેલ અને પાછા ઘરે આવેલ ન હોય અને ગુમ થયેલની જાહેરાત કરતા તુરંત જ બનાવની ગંભીરતા સમજી પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફની અલગ અલગ ત્રણ ટીમ બનાવી ટીમ દ્રારા અલગ અલગ જગ્યાના સી.સી.ટીવી. ફુટેઝ તેમજ હ્યુમન સોર્સની મદદથી ગુમ થયેલ બાળકોની તપાસ કરતા બાળકો મહેન્દ્રનગર ચોકડીથી રીક્ષામા બેસીને જુના બસ સ્ટેન્ડ તરફ જતા સી.સી.ટી.વી. ફુટેજમા જોવામા આવતા તે રૂટ મુજબના સી.સી.ટીવી ફુટેજ જોઇ સહિસલામત હાલતમાં બાળકોને શોધી કાઢી તેઓના માતા પિતાને સોંપવામાં આવેલ છે.