HomeMorbiલવ એન્ડ લક્ઝરી સ્પામાં SOGનો દરોડો: વર્કર્સના બાયોડેટા નહીં જમા કરાવતાં મેનેજર...

લવ એન્ડ લક્ઝરી સ્પામાં SOGનો દરોડો: વર્કર્સના બાયોડેટા નહીં જમા કરાવતાં મેનેજર સામે ગુનો

મોરબીના લગધીરપુર રોડ પર આવેલા લવ એન્ડ લક્ઝરી સ્પામાં SOGની તપાસ દરમિયાન બે વર્કર્સના બાયોડેટા પોલીસમાં જમા ન કરાવ્યાનું સામે આવતા મેનેજર સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરાઈ.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબી SOGની ટીમે મોરબીના લગધીરપુર રોડ પર આવેલ પ્લોટ નં-૨૭મા આવેલ લવ એન્ડ લક્ઝરી સ્પા સેન્ટરમાં તપાસ હાથ ધરી હતી. કાઉન્ટર પર હાજર સ્પા મેનેજર જયદિપભાઈ દિનેશભાઈ ગોહેલ (ઉં.વ. ૨૪,) રહે. મોરબી, મૂળ ગામ ગુંદી, તા. ધોળકાવાળા પાસે સ્પામાં કામ કરતા વર્કર્સના બાયોડેટા રજિસ્ટ્રેશન અંગે પૂછપરછ કરતાં, ત્રણ કર્મચારીઓમાંથી બે કર્મચારીઓની માહિતી પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવાઈ હોવાનો ખુલાસો થયો હતો.

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા પાર્લર અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામાનું ઉલ્લંઘન કરવા બદલ મેનેજર વિરૂદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. (BNS) કલમ-૨૨૩ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી કરી નોટિસ આપવામાં આવી છે.

RELATED ARTICLES

Most Popular